///

અમરેલીના 331 રસ્તાઓ ગણતરીના દિવસોમાં 100 ટકા પુન:કાર્યરત કરાયા

રાજ્યમાં તૌકતે વાવાઝોડાની અસર હજુ પણ કેટલાક ગામડાઓમાં જોવા મળી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે જિલ્લાના કુલ 331 રસ્તાઓ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા કે અન્ય કારણોસર બંધ હાલતમાં હતા. જે માત્ર ગણતરીના દિવસોમાં 100% ફરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

આ અંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં રોડ રસ્તાની બાબતમાં વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થયું હતું. પરંતુ વાવાઝોડાના માત્ર ગણતરીના દિવસોમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ મળીને 331 જેટલા રસ્તા માંથી તમામે તમામ રસ્તાઓ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.

તો તંત્રના વિવિધ વિભાગોની કામગીરીને બિરદાવતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, તંત્ર અધિકારીઓએ કામની અગત્યતા સમજી વાવાઝોડા ગયાને બીજી જ કલાકે યુદ્ધના ધોરણે રોડ રસ્તાના ક્લિયરિંગનું કામ આરંભી દેવામાં આવ્યું હતું. પરિણામે પહેલા બે દિવસમાં કુલ રસ્તાઓના 85% જેટલા રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા.

ફક્ત ત્રણ જ દિવસમાં સંપુર્ણપણે આટોપી લેવામા આવ્યું હતું જે ખરેખર પ્રશંસનીય છે. આ કામ માટે સમગ્ર જિલ્લામાં કુલ ૨૬ જેટલી ટીમોએ જેસીબી તેમજ અન્ય સંસાધનો સાથે રાત દિવસ એક કરીને કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.