///

મુંબઈની એક ક્લબમાં દરોડો, સુરેશ રૈના અને ગુરુ રંધાવા સહિત 34ની ધરપકડ

મહારાષ્ટ્રના મુંબઇમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટી કરી રહેલા ઘણા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તકે મુંબઈની એક ક્લબમાં પાર્ટી કરી રહેલા 34 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ લોકોમાં ઘણી હસ્તીઓ પણ સામેલ છે.

મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા 34 લોકોમાં ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અને અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. જોકે પાછળથી સુરેશ રૈના અને ગુરુ રંધાવાને જામીન મળી ગયા હતાં. આ ઉપરાંત કેટલીક મહિલાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેઓ વિશે કોઇ માહિતી આપી નથી.

કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતી મુંબઈના એરપોર્ટ પાસે આવેલી જેડબ્લ્યુ મેરીયટ હોટલની ક્લબમાં પાર્ટી ચાલી રહી હતી.

Leave a Reply

Your email address will not be published.