//

સુરતમાં કોરોનાના 36,451 કેસ, મૃત્યુઆંક એક હજારને પાર

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 36,451 પર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક હજારને પાર પહોંચ્યો છે. ગઇકાલે શહેરમાંથી 195 અને જિલ્લામાંથી 60 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં 33,740 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

સુરત સિટીમાં કુલ 26,466 પોઝિટિવ કેસમાં 726ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9985 કેસ પૈકી 277ના મોત થયા છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 36,451 કેસમાં 1003ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 24,635 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 9105 દર્દી સાજા થયા છે.

સિવિલ હોસ્પિટલમાં 55 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 43 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 21 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 21 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 13 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 5 બાઈપેપ અને 7 દર્દીઓ ઓક્સિજન પર છે.

Leave a Reply

Your email address will not be published.