////

સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 2 હજાર ટેસ્ટિંગમાંથી 37 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે , ત્યારે સુરતમાં પણ કોરોના અજગરી ભરડો લઈ રહ્યો છે અને દૈનિક 200 – 250થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા એક દિવસમાં ડબલ થઈ ગઈ છે. કોરોના સંક્રમણ ફેલાવાને કારણે વિદ્યાર્થીઓમાં પણ પોઝિટિવિટી રેટ વધ્યો છે. આજે 38 સ્કુલનો સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 37 વ્યક્તિનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

સુરત શહેરની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા પાલિકાએ સ્કૂલ અને કોલેજોમાં પણ ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું છે. શાળાઓમાં કુલ 2200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 37 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં આ સંખ્યા કુલ 153 પર પહોંચી ગઇ છે. કેટલીક કોલેજ અને સ્કૂલોમાં 10થી વધુ કેસ મળી આવતા 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલો

અને કોલેજોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થવાને કારણે કેસ વધ્યા હોવાનું માનવામાં આવે છે. કેટલીક સ્કૂલોના શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાં નાના વરાછાની એચ.વી. કાછડિયા મોડર્ન સ્કૂલના એક શિક્ષકને કોરોના થયો છે.

આ અંગે મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધવાને પગલે હાલ શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં યુકે અને સાઉથ આફ્રીકન સ્ટ્રેઇનના કેસ નોંધાયા છે, તે ચિંતાનો વિષય છે. હૉસ્પિટલોમાં દર્દીની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. પહેલા એક દિવસમાં 17 વ્યક્તિ દાખલ થતા હતા હવે 35 વ્યકિત સારવાર માટે દાખલ થઇ રહ્યા છે.

સુરત શહેરમાં સૌથી વધુ કેસ અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં નોધાયા છે. અઠવા ઝોનમાં પાંચ વોર્ડ આવેલા છે. જેમા સીટીલાઇટ, વેસુ, અલથાણ, પનાસમાં અને અઠવા વોર્ડનો સમાવેશ થાય છે. જ્યારે રાંદેર ઝોનમાં ત્રણ વોર્ડ પાલ, અડાજણ, અને અડાજણ પાટીયાનો સમવેશ થાય છે.લીમ્બય્ત ઝોનમાં ગોડાદરા, અને ડીંડોલી એમ બે ઝોનનો સમાવેશ થાય છે. સુરત મનપા દ્વારા તમામ વોર્ડમાં પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાથી વિદ્યાર્થીઓ પણ સંક્રમતિ થયા છે. જેના પગલે આજે શહેરની વિવિધ 38 સ્કુલના 2200 વિદ્યાર્થી શિક્ષકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, આ દરમિયાન 37 પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. કોરોનાથી બચાવવા માટે વાલીઓએ પણ તકેદારી લેવાની જરૂર છે. કોવિડના લક્ષણ દેખાય તો તાકીદ સારવાર લેવી જરૂરી છે. ઓક્સિજનનું લેવલ પણ જાળવી રાખવું જરૂરી છે. કોરોનાની વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લીધા બાદ 45 દિવસ પછી શરીરમાં એન્ટી બોડી જનરેટ થાય છે. પરિણામે ડોઝ લીધા બાદ પણ લોકોએ માર્ક તેમજ સામાજીક અંતર જાળવી રાખવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.