////

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9541 કેસ, 3783 દર્દીઓ થયા સ્વસ્થ

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 9541 દર્દીઓ નોંધાયા છે. તેની સામે 3783 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 3,33,564 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 5,267 પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 88,08,994 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 વ્યક્તિઓના બીજા ડોઝનું વેક્સિનેશન પુર્ણ થયું છે. આમ કુલ 1,01,70,544 વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 87,932 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓને બીજા ડોઝનું વેક્સિનેશન કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ વેક્સિનના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં કોવિડ-19 ના 9541 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 3783 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 84.61 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 3,33,564 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 55,398 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 304 છે. જ્યારે 55,094 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં કુલ 5,267 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 25 કોરોના દર્દીના મોત થયા છે. આ ઉપરાંત સુરતમાં 26, રાજકોટ 10, વડોદરામાં 8, સુરેન્દ્રનગર 6, મોરબી 3, બનાસકાંઠા 2, ભાવનગર 4, જામનગર 4, ભરૂચ 1, બોટાદ 1, મહિસાગર 1, મહેસાણા 2, પંચમહાલ 1, ડાંગ 1, ગાંધીનગર 1 અને સાબરકાંઠા 1 દર્દીનું મોત નિપજ્યું છે. તેમ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 97 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.