////

વિશ્વમાં એક જ દિવસમાં 4.78 લાખ નવા કોરોના કેસ નોંધાયા

કોરોના વાઈરસનો કહેર હજુ સુધી વિશ્વમાં યથાવત જ છે, કોરોના વાઈસર પોતાનની વર્ષગાંઠની ઉજવણી માટે આગળ વધી રહ્યો છે. આ સાથે જ દુનિયામાં 12 દેશોમાં કોરોના વાઈરસના 10 હજારથી પણ વધુ કેસ સાથેનો રેકોર્ડ સર્જાયો છે. જેમાં એક દિવસની અંદર 4,78,132 કોરોના પોઝીટીવના કેસો નોંધાયા છે. તેમજ 6,470 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે વિશ્વ સંક્રમણના કુલ 4.19 કરોડ લોકો સંક્રમિત થયા હોવાનું જાહેર થયું છે અને 11.42 લાખ લોકોના મૃત્યુ પણ થયા છે.

ગઇકાલની વાત કરીએ તો, અમેરિકામાં કોરોનાના 74,300 કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીનો સીંગલ-ડેનો મોટો રેકોર્ડ ગણવામાં આવ્યો છે. તો ફ્રાન્સમાં 45622 કેસ નોંધાયા છે જે પણ આ દેશનો એક નવો ઉંચો રેકોર્ડ છે.

આ ઉપરાંત બ્રાઝીલમાં 31,985, રશિયામાં 15,718, સ્પેનમાં 20986, આર્જેન્ટીનામાં 16325, બ્રિટનમાં 21242, પોલેન્ડમાં 12197, ચેક રીપ્લીકમાં 14150, જર્મનીમાં 12519 અને બેલ્ઝીયમમાં 13217 નવા કેસ નોંધાયા છે. આ રીતે ફ્રાન્સ, સ્પેન અને જર્મનીમાં કોરોના સંક્રમણ વધ્યું છે અને અમેરિકામાં મૃત્યુની સંખ્યા 2.27 લાખ પહોંચી ગઇ છે,

તો બીજી બાજુ યુરોપમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલુ થઈ હોવાનું માનવામાં આવે છે, પશ્ચિમી યુરોપમાં એવો પહેલો દેશ કે જ્યાં સંક્રમણ લોકોની સંખ્યા 10 લાખથી વધી ગઇ છે અને સરકારે પણ સ્વીકારી લીધું છે કે કોરોનાનું બીજુ આક્રમણ ઘાતક સાબિત થઇ શકે છે અને તેથી પ્રતિબંધ વધારવા પડશે, ફ્રાન્સમાં 10 લાખથી વધુ કેસ સામે આવી ગયા છે અને 34 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે.

જર્મનીમાં પણ એક જ દિવસમાં નવો રેકોર્ડ બન્યો છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં સંક્રમણ આગળ વધી રહ્યું છે અને ઇમરાન સરકારે ફરી લોકડાઉનની ચેતવણી આપી છે.

Leave a Reply

Your email address will not be published.