/////

વિશ્વમાં 4.90 લાખ કેસ નોંધાયા, અમેરિકામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો

વિશ્વમાં ફરી એક વખત કોરોના કહેર મચાવી રહ્યો હોય તેમ રોજેરોજ નવા કેસની સંખ્યા રેકોર્ડબ્રેક સ્તરે પહોંચવા લાગી છે. છેલ્લા ચોવિસ કલાકમાં 4.90 લાખ કેસ નોંધાયા હતા. માત્ર અમેરિકામાં જ 81 હજારથી વધુ કેસનો રેકોર્ડ સર્જાયો હતો. યુરોપમાં લગભગ તમામ દેશો ફરીથી કોરોનાની ઝપટે આવવા લાગ્યા છે.

સમગ્ર વિેશ્વમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 4,90,059 કેસ નોંધાયા હતા. જ્યારે 6531 દર્દીઓ મોતને ભેટ્યા હતા. વિશ્વમાં અત્યાર સુધીના કોરોનાના કુલ કેસ 4.24 કરોડે પહોંચ્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 11.49 લાખ થયા છે, અત્યાર સુધીમાં કુલ 3.14 કરોડ લોકો સાજા થઇ ગયા છે.

આ ઉપરાંત અમેરિકામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હતો. અત્યાર સુધીના સૌથી વધુ 81210 કેસ નોંધાયા હતા, 903 લોકોના મોત નિપજ્યા હતા, આ સિવાય બ્રાઝીલમાં 23016, રશિયામાં 17340, સ્પેનમાં 19851, આર્જેન્ટીનામાં 15718, બ્રિટનમાં 15718, ફ્રાંસમાં 42032, બ્રિટનમાં 20530, ઇટલીમાં 19143, જર્મનીમાં 13476, બેલ્જીયમમાં 16746 તથા પોલેન્ડમાં 13332 કેસ હતાં.
અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 84218 હતી, આ સંખ્યામાં રેકોર્ડબ્રેક છે, અગાઉ 16 જુલાઇએ 77299 કેસનો રેકોર્ડ હતો.

Leave a Reply

Your email address will not be published.