///

રાજકોટમાં 17 કિલો ગાંજાના જથ્થા સાથે 4ની ધરપકડ

રાજકોટ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભગવતી પરા મેઈન રોડથી બેડી ચોકડી તરફ જતા માર્ગ પર શંકાના આધારે રિક્ષા તેમ જ આઇસર મીની ટ્રકની તપાસ કરી હતી. જેમાં 17 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો.

રાજકોટ પોલીસે ગાંજાના 17 કિલોથી વધુના જથ્થા સાથે ચાર શખ્સને ઝડપી પાડ્યા છે. ગાંજા સાથે ઝડપાયેલા શખ્સ રાજકોટના જ અલગ અલગ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બે ઈસમોની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઝડપી પાડેલા 17 કિલોથી વધુના ગાંજાના જથ્થાની બજાર કિંમત રૂપિયા 1,75,000 માનવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી એક આઈસર, એક રિક્ષા તેમ જ અલગ અલગ કંપનીના ચાર મોબાઈલ સહિતની વસ્તુ કબ્જે કરી છે. આમ, રાજકોટની બી ડિવિઝન પોલીસે આ ગુના હેઠળ કુલ રૂપિયા રૂપિયા 12 લાખથી વધુનો મુદ્દામાલ ઘટના સ્થળેથી કબ્જે કરી આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.