શુક્રવારે સવારે પાકિસ્તાનની સેનાએ LOC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ઉરી સેક્ટરમાં સીઝફાયરની આડમાં આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાની કોશિશ કરી હતી. ફાયરિંગમાં BSF અને આર્મીના 4 જવાનો શહીદ થયા છે. ભારતીય આર્મીની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની 11 સૈનિકોને ઠાર કર્યા છે.
પાકિસ્તાન દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનના જવાબમાં ભારતીય જવાનોએ વળતો પ્રહાર કરતા પાકિસ્તાનના 11 સૈનિકોને ઠાર કર્યા હતાં. જેમાં પાકિસ્તાન સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના 2-3 કમાન્ડોનો સમાવેશ થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
#WATCH | 7-8 Pakistan Army soldiers killed, 10-12 injured in the retaliatory firing by Indian Army in which a large number of Pakistan Army bunkers, fuel dumps, and launch pads have also been destroyed: Indian Army Sources pic.twitter.com/q3xoQ8F4tD
— ANI (@ANI) November 13, 2020
#WATCH | Pakistan violated ceasefire along Line of Control in the Keran sector, of Jammu and Kashmir, earlier today pic.twitter.com/zQRLrSyxhc
— ANI (@ANI) November 13, 2020
એક અહેવાલ મુજબ શુક્રવારના પાકિસ્તાન મોર્ટાર હુમલામાં BSFના સબ ઇન્સ્પેક્ટર રાકેશ ડોભાલ અને સેનાના ચાર જવાન શહીદ થયા છે. ઉત્તર કાશ્મીરમાં ત્રણ સ્થળે પાકિસ્તાને ગોળીબાર કર્યો હોવાના અહેવાલ છે.
#WATCH | Jammu and Kashmir: Pakistan violated ceasefire along the Line of Control in Keran sector of Kupwara, earlier today.
— ANI (@ANI) November 13, 2020
(Video Source: Indian Army) pic.twitter.com/xxT57UkE35
પુંછમાં નાગરિક વિસ્તારમા કરાયેલા મોર્ટાર હુમલાને કારણે લોકોમાં નાસભાગ મચી હતી. પુંછના સૌજિયાન વિસ્તારમાં પાકિસ્તાનના ગોળીબારમાં 5 લોકોને ઇજા પહોંચી છે. જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. આ તમામને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
Current visuals from URI sectors LOC#Pak continues #nefarious activities along LoC vi0lated cea$efire by unprovoked arms firing & shelling, targeted civi|ian areas in Sawjian, Distt Poonch.#IndianArmy retaliates befittingly
— 🇰ᵃᵃˡᵃ_🇳ᵃᵍ – 3.0 🧩 (@Kaala_Nag) November 13, 2020
Video source : Fast Ka$hmir pic.twitter.com/OSIGgtZSx4
સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયા એ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ મોર્ટાર અને અન્ય શસ્ત્રોથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ઘવાયેલા નાગરિકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
કર્નલ કાલિયાના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાન તરફથી આ બીજી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સેના ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂષણખોરી કરાવે છે. ગત 7 અને 8 નવેમ્બરની રાત્રે પણ આવો પ્રયાસ કરાયો હતો.
7-8 નવેમ્બરની ઘટનામાં 3 આતંકી ઠાર, 4 જવાન શહીદ
ઉલ્લેખનિય છે કે સુરક્ષાદળોએ માશીલ સેક્ટરમાં ઘૂષણખોરી અટકાવી ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતાં. આ ઓપરેશનમાં એક કેપ્ટન સહિત સેનાના ત્રણ અને એક બીએસએફ જવાન શહીદ થયા હતાં.
શુક્રવારે પણ પાકિસ્તાન સેનાએ ઉરીના કમાલકોટ ઉપરાંત બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટર અને કુપવાડા જિલ્લાના કરણ સેક્ટરમાં પણ યુદ્ધ વિરામ કરી ગોળીબાર કર્યો હતો.
આજે સુરક્ષાદળે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કરણ સેક્ટરમાં LOC પર શંકાસ્પદ ગતિવિધિઓ ધ્યાને લીધી હતી. તે સાથે સતર્ક જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો.
કર્નલ કાલિયાના જણાવ્યાં મુજબ પાકિસ્તાન અસુરક્ષિત યુદ્ધવિરામ ઉલ્લંઘનની આડમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરાવે છે. પરંતુ સેનાના જવાન તેનો જડબાતોડ જવા આપી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા આવા કરાયેલા તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવાયા છે.