//

દારૂની મહેફિલ માણતા IT વિભાગના 4 કર્મચારીઓ ઝડપાયા

બુધવાર મોડી રાત્રે રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોઈએ અજાણ્યા વ્યક્તિએ જાણ કરી હતી કે, રેસ કોર્સ પાર્ક નજીક ફ્લેટમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીને આધારે કન્ટ્રોલ રૂમમાંથી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસને મળેલી બાતમીને આધારે સ્થળ પર રેડ પાડતા ઈન્કમટેક્ષ વિભાગના 4 કર્મચારીઓ વિદેશી દારૂની મહેફિલ માણતા પ્રદ્યુમનનગર પોલીસને રંગે હાથે ઝડપાયા હતાં. આ સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.