/

અપની જેલમેં સુરંગ : 4 ભારતીય જાસુસો ઝડપાયા !

ગુજરાતનાં કચ્છમાંથી ૪ દેશદ્વોહીઓની ધરપકડ થઇ છે. જેમાં કચ્છનાં નલિયામાં ૪ જાસૂસો એરબેઝની જાસૂસી કરતા પકડાયા છે. ચારેય જાસૂસોએ એરબેઝના ફોટા અને માહિતી પાકિસ્તાનને મોકલ્યા હતાં. તેમજ પાકિસ્તાના જાસૂસી માટે ૪ શખ્સને પૈસા હવાલા મારફતે મોકલતુ હતું. જેમાં પોલીસે ૪ જાસૂસોની ધરપકડ કરી છે. પકડાયેલા ૪ જાસૂસ પૈકી બે તો સગીરવયનાં છે. આ ચાર શખ્સો અબડાસાનાં મોથાળા પાસે વાડીના ઓરડી પર ચઢીને એરફોર્સનાં મોબાઇલમાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા. તેમજ આ એરબેઝના ફોટા અને માહિતી પાકિસ્તાનને મોકલાવી નાણા ઉપજાવતા હતાં.

તે દરમિયાનમાં પોલીસને આ બાબતની જાણ થતાં બે કિશોર તેમજ બે યુવકોની ધરપકડ કરી છે. જેમાં હજામ મામદ રફીક, પઢીયાર અબ્બાસ, સુમરા અરબાઝ ઇસ્માઇલ, પઢીયાર અબ્દુલકાદર નામના શખ્સોની ધરપકડ કરી છે. આ ૪ શખ્સો નાણા ઉપજાવવા માટે દેશ વિરોધી કાર્ય કરતા હતાં. જેમાં એરબેઝના મોથાળા એરફોર્સ સ્ટેશનની અંદર આવેલા પ્રતિબંધિત વિસ્તારનાં ફોટા પાડતા પોલીસે રંગે હાથો પકડયા છે. જેમાં કચ્છ પોલીસે આઇપીસીની વિવિધ કલમાં અને ઓફિસિયલ સ્રિકેટ એકટની કલમ મુજબ ફરિયાદ દાખલ કરી છે. જેમાં કેસની તપાસ પશ્ચિમ એસઓજીને સોંપી છે. જેમાં કેટલાક ખુલાસાઓ થવની શકયતાઓ સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.