///

પાલનપુરના રતનપુર પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 4ના મોત

બનાસકાંઠાના પાલનપુરના રતનપુર નજીક ટ્રક અને ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત નિપજ્યુ હતુ. તો મોડી રાત્રે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત 2 લોકોના પણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નિપજતા આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ પરિવાર દાંતીવાડામાં લગ્ન સમારોહ પતાવીને પોતાના ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ સતલાસણાના નાનીભાલુ ગામનો પરિવાર દાંતીવાડામાં લગ્નપ્રસંગે ગયો હતો. પરિવારના સભ્યો ઈકો કારમાં સવાર થઈને પરત ફરી રહ્યો હતો. ઈકો કારમાં 10 થી વધુ લોકો સવાર હતા. ત્યારે રતનપુર પાસે ટ્રક સાથે તેનો અકસ્માત થયો હતો. ટ્રક સાથે ઈકો કારની ટક્કર એટલી જોરદાર હતી કે, એક સદસ્યનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે, અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતનો અવાજ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલાને ઈકો કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં 3 ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.