//////

રાત્રી કરર્ફ્યુ દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ST બસના પ્રવેશ પર પ્રતિબંધ

રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રી  નવથી સવારના છ કલાક સુધીનો રાત્રી કરર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં 57 કલાકના સળંગ કરર્ફ્યુ બાદ એસ.ટી. બસ સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, નાઇટ કરર્ફ્યુ દરમિયાન તમામ 41 શહેરોમાં એસ.ટી. બસ સેવા બંધ રાખવા અંગે જાહેરાત કરવામાં આવી છે. એટલે કે આ ચારેય શહેરમાં સવારના સાત કલાકથી રાત્રીના આઠ કલાક સુધી જ એસ.ટી. બસની સેવા ચાલુ રહેશે. આ ચારેય શહેરને બાદ કરતા ગુજરાતના અન્ય શહેરો અને વિસ્તારોમાં નિયમ પ્રમાણે બસ સેવા શરૂ રહેશે.

એસ.ટી. નિગમના સચિવ કે. ડી. દેસાઈના જણાવ્યાં મુજબ નાઇટ કરર્ફ્યુ દરમિયાન અમદાવાદથી રાત્રી દરમિયાન ઉપડતી 450 જેટલી બસ નહીં દોડે. રાજકોટથી રાત્રી દરમિયાન આવતી અને જતી 378 બસ બંધ રહેશે. વડોદરાની વાત કરવામાં આવે તો અહીં રાત્રી દરમિયાન આવતી અને જતી 531 એસ.ટી. બસ બંધ રહેશે. જ્યારે સુરતથી રાત્રી દરમિયાન આવતી-જતી 395 એસ.ટી. બસ બંધ રહશે.

રાત્રી કરર્ફ્યુ દરમિયાન આ ચારેય શહેર એટલે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં એસ.ટી.ની બસોને પ્રવેશ નહીં આપવામાં આવે. જોકે, આ ચારેય શહેરની બાયપાસ સેવા શરૂ રાખવામાં આવશે. એટલે કે બીજા શહેરમાં જતી બસો બાયપાસ રોડથી શરૂ રહેશે. આ માટે ચારેય શહેરમાં એસ.ટી. વિભાગ તરફથી કેટલાક પિકઅપ પોઇન્ટ પણ નક્કી કરવામાં આવ્યા છે. આ પોઇન્ટ પરથી મુસાફરી બસને પકડી શકશે.

Leave a Reply

Your email address will not be published.