///

અજમેરમાં ભીષણ માર્ગ અકસ્માત, 4 વિદ્યાર્થીઓના મોત

અજમેરના ગાંધીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે નેશનલ હાઇવે પર મોડી રાત્રે 2 કલાકે હાઇ સ્પીડમાં જયપુરથી બ્યાવરની તરફ જઇ રહી કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત નિપજ્યાં હતાં.

નેશનલ હાઇવે પર મોડી રાત્રીના 4 વ્યક્તિઓ જયપુરના બ્યાવર તરફ જઇ રહ્યાં હતાં. તે દરમિયાન તેઓની કાર આગળ જઇ રહેલા ટ્રકમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમી ઘટનામાં કારમાં સવાર 4ના મોત નિપજ્યાં હતાં. આ 4 વ્યકિત વિદ્યાર્થી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમજ 4 અલગ અલગ જિલ્લાના રહેવાસી છે.

આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, સૂચના મળી હતી કે, સ્વીફ્ટ કાર રામનેર પુલિયા નજીક ટ્રકમાં ઘૂસી ગઇ છે. જેના કારણે કારમાં નુકસાન થયું હતું. જેમાં સવાર ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. ત્યારે તેમના પરિવારને આ ઘટના મામલે જાણ કરવામાં આવી છે. પરિવારના આવ્યા બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.