//

Big Breaking : અમદાવાદની કાપડની ફેક્ટરીમાં આગથી 4 મજૂરના મોત

અમદાવાદની કાપડની ફેકટરીમાં આગ આજે સાંજના સમયે આગની ઘટના બની હતી જો કે આ આગ હજુ સુધી કાબુમાં લેવાનો પ્રયત્ન થઇ રહ્યો છે આગ મહદંશે કાબુમાં પણ આવી છે 19થી વધુ ફાયર ફાયટરની ગાડી ઘટના સ્થળે છે પરંતુ આ તમામની વચ્ચે 4 મજૂરોના મોત થયા છે જયારે આગ લાગી ત્યારે આ મજૂરો અંદર કામ કરી રહ્યા હતા પરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે ચાર મજૂરોએ પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો છે.

અમદાવાદના નારોલ-પીરાણા વિસ્તારમાં આવેલ કાપડ ફેક્ટરી નંદીમ ડેનિમમાં ભીષણ આગ લાગી છે આ આગને કાબુમાં લેવા 19થી વધુ ફાયર ફાઈટરની ગાડી ઘટનાસ્થળે પહોંચી છે આગને કાબુમાં લેવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે પરંતુ કાપડની ફેક્ટરી હોવાને કારણે આગને કાબુમાં લેવામાં અડચણ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.