////

કોરોનાના વળતા પાણી ! રાજ્યમાં નવા કેસ કરતા બમણા દર્દીઓ થયા સ્વસ્થ

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી ઘટી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 4,251 દર્દીઓ નોંધાયા છે. તેની સામે 8,783 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 65 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 6,86,581 છે.

રાજ્યમાં કોવિડ-19 ના 4,251 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 8,783 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટમાં સતત સુધારા સાથે 87.97 ટકા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 6,86,581 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 84,421 કેસ છે. વેન્ટિલેટર પર 692 છે. જ્યારે 83,729 લોકો સ્ટેબલ છે.

Leave a Reply

Your email address will not be published.