//

તૂર્કીમાં ભૂકંપથી 46ના મોત, કાટમાળમાં દટાયેલા વૃદ્ધ જીવતા નિકળ્યા

તુર્કી અને યૂનાનમાં આવેલા ભયાનક ભૂકંપના 34 કલાક બાદ પશ્ચિમી તૂર્કીમાં એક ઈમારતના કાટમાળ નીચેથી એક જીવતા વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે ભૂંકપથી અત્યાર સુધીમાં કુલ 46 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. 7.0ની તીવ્રતાનો ભૂંકપનો ઝટકો આવ્યો હતો.

તુર્કીના ડિઝાસ્ટર અને ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે કહ્યું કે, ઈઝમિર શહેરમાં કાટમાળ નીચેથી મૃતદેહ કાઢ્યા બાદ મૃતકોની સંખ્યા 46 પર પહોંચી છે. જ્યારે આ દેશનું ત્રીજુ સૌથી મોટુ શહેર છે. શુક્રવારે આવેલા આ ભૂકંપમાં યૂનાનમાં 2 લોકોના મોત થયા છે.

બચાવ દળ દ્વારા રવિવાર રાત્રે કાટમાળ નીચેથી દટાયેલા એક વૃદ્ધાનું રેસ્કયું કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published.