////

રાજ્યમાં કોરોનાના 5 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો યથાવત

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી ઘટી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 4,773 દર્દીઓ નોંધાયા છે. તેની સામે 8,308 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 6,77,798 છે.

રાજ્યમાં કોવિડ-19 ના 4,773 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 8,308 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટમાં સતત સુધારા સાથે 87.32 ટકા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 6,77,798 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 89,018 કેસ છે. વેન્ટિલેટર પર 716 છે. જ્યારે 91, 875 લોકો સ્ટેબલ છે.

Leave a Reply

Your email address will not be published.