//

વડોદરાના હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા

વડોદરાના નાગરવાડા વિસ્તારના વધુ 5 કેસ નોંધાતા કોરોનાના કુલ સંક્રમિત કેસની સંખ્યા 18 થઈ છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની સૂચના પ્રમાણે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મેસ સેમ્પ્લીંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન 5 નવા કેસો મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના નાગરવાડા સૈયદપુરામાં રહેતા ફિરોજખાન પઠાણ ફૂડ પેકેટ્સની સેવા પૂરી પાડતા હતા. દરમિયાન તેઓને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમના 15 વર્ષના પુત્ર, 22 વર્ષના પુત્ર અને પાડોશીનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં હાહાકાર મચી ગયો છે. એક જ વિસ્તારના અને એકજ પરિવારના 3 સભ્યોમાં કોરોના પોઝિટિવ આવતા તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ સાથે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થતા ફૂડ સેવાની કામગીરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને નાગરવાડા વિસ્તારને માસ કોરન્ટાઈન કરીને સીલ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે વધુ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે..

Leave a Reply

Your email address will not be published.