/

કોરોનાને માત આપવા જગન્નાથ મંદિર દ્વારા કરાયું 51 લાખનું દાન

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સામે લડવા અને દેશવાસીઓને આર્થિક રૂપે સહાય કરવા ધાર્મિક સંસ્થાઓ પણ સતત આગળ આવી રહી છે.. જ્યારે હવે અમદાવાદના જગન્નાથ મંદિર દ્વારા અનુદાન કરવામાં આવ્યું છે. કોરોના મહામારી સામે જગન્નાથ મંદિર દ્વ્રારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 51,00,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.. ત્યારે મંદિરના મહંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે અને મહામારીના કારણે દેશ પર મોટો સંકટ આવ્યો છે. ત્યારે જગન્નાથજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદરૂપે 51,00,000નો ચેક અર્પણ કરવામાં આવે છે.આ કપરી પરિસ્થિતિમાં જગન્નાથ મંદિરના દ્વારા દરરોજ 800થી વધુ વ્યક્તિઓને ભોજન પ્રસાદ, 1000 ફૂડ પેકેટ્સ કોર્પોરેશન દ્વારા વિતરણ કરાઈ રહ્યા છે.સાથેજ 1000 લિટર છાશ અને 50 લીટર દૂધનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.