////

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9,001 દર્દી થયા સ્વસ્થ

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 5,246 દર્દીઓ નોંધાયા છે. તેની સામે 9,001 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 6,69,490 છે.

રાજ્યમાં કોવિડ-19 ના 5,246 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 9,001 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટમાં સતત સુધારા સાથે 86.94 ટકા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 6,69,490 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 92,617 કેસ છે. વેન્ટિલેટર પર 742 છે. જ્યારે 91,875 લોકો સ્ટેબલ છે.

Leave a Reply

Your email address will not be published.