//

ભાવનગરમાં કોરોનાના 55 વર્ષીય દર્દી સાજો થતા ડિસ્ચાર્જ સમયે હોસ્પિટલ સ્ટાફે તાળીઓ વગાડી ઉત્સાહ વધાર્યો

કોરોના કહેરમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા  છે તેવા સમયે દર્દી ને સાજા કરવા મુશ્કેલ બની રહ્યું છે ગુજરાતમાં કોરોના પોઝિટિવ આંક સતત વધી રહ્યો છે તેવા માં ભાવનગર માં એક કોરોના દર્દી સાજો થયો છે તેમને ડિસ્ચાર્જ કરાતા હોસ્પિટલના ડોકટરો તે તાળી વગાડી દર્દીનું જોસ વધારી દીધું હતું અને કોરોના મહામારી માં અન્ય દેશમાં મૃત્યુ આંક વધી રહ્યો છે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ને પગલે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તમામ હોસ્પિટલોમાં ડોકટરો સતત સેવા આપી દર્દીઓના જીવ બચાવવા મથામણ કરી રહ્યા  છે તેવા સંજોગોમાં ભાવનગર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવનો દર્દી આજે સાજો થયો હતો આ દર્દી ભાવનગર ના જશુભાઈ જાંબુચા ગામ 55 વર્ષીય ઉમરના છે આજે તેમના તમામ રિપોર્ટ બાદ તેમની  તબિયત સારી થઇ ગયેલ હોવાથી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવા માં આવ્યા હતા દર્દી જસુભાઈ જાંબુચાને વહીલચેરમાં બહાર લઇ જતી વખતે હોસ્પિટલ ના તમામ ડોકટરો અને નર્સિંગ સ્ટાફે તેમનો ઉત્સાહ વધારવા તાળીઓ પાડી હતી અને દર્દીને હસતા મોઢે ઘરે જવા રવાના કરવામાં આવ્યા હતા ભાવનગરની સર,ટી,હોસ્પિટલમાં દર્દી એ સારવાર લીધી હતી 55 વર્ષના જશુભાઈ જાંબુચાની તબિયત સારી થઇ જતા વહીવટી તંત્રએ પણ હોસ્પિટલ સટાફને અભિનંદન પાઠવ્યા  હતા જોકે ભાવનગરમાં ઓરોના પોઝિટિવ ની સંખ્યા 14 છે તેમાંથી જશુભાઈની તબિયત સુધારા પર આવતા તંત્રએ રાહતનો શ્વાશ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.