દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત: એક જ દિવસમાં 5673 સંક્રમિત

દેશમાં એક તરફ કોરોનાના કેસમાં ઘટાડાના રાહતના સમાચાર આવે છે. ત્યારે દિલ્હીમાં કોરોનાના એક દિવસમાં 5673 જેટલા કેસ નોંધાતા દેશમાં ચિંતા વધી ગઇ છે. દિલ્હીમાં એક દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના સંક્રમણના કેસ બહાર આવ્યા હોય, આ કેસના પગલે એવા પ્રશ્નો ઉઠયા છે કે, શું દિલ્હીમાં કોરોનાની આ ત્રીજી લહેર છે?

નીતિ આયોગના સભ્ય વી.કે. પોલે જણાવ્યું હતું કે, દિલ્હી, કેરલ અને પશ્ચિમ બંગાળ કોરોના સંક્રમણની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યા છે. દેશમાં કોરોના કેસ ઘટવાથી ગાફેલ રહેવાની જરૂર નથી. દિલ્હીમાં સામાજિક દૂરીના નિયમોના પાલન સામે આંખ આડા કાન, માસ્ક ન પહેરવું કે ખોટી રીતે પહેરવું, પ્રદૂષણ અને ઋતુ પરિવર્તન જેવા અનેક કારણોએ દિલ્હીમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, તહેવારોની સીઝનમાં લોકોનું પરસ્પર મળવું, દશેરાની ભીડના કારણે કોરોનાને ફેલાવામાં મદદ મળી.

એમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા કહે છે કે, બદલાતી ઋતુ, કોરોનાને રોકવાના નિયમો પ્રત્યે લોકોની લાપરવાહી અને પ્રદૂષણ દિલ્હીમાં કોરોના કેસ વધારવા માટે જવાબદાર છે. જો આ બાબતે નિયંત્રણ નહીં કરાય તો પરિસ્થિતિ વકરશે.

Leave a Reply

Your email address will not be published.