////

કોરોના વાઈરસના સંક્રમણથી દિલ્હી ઘેરાયું, 5891 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના વાઈરસ યથાવત છે, ત્યારે દિલ્હીમાં અચાનક કોરોનાના કેસ વધ્યા છે. જેને લઈને ફરી લોકોમાં ડર બેઠો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યો છે. ગત 3 દિવસોમાં કોરોનાના 5 હજાર નવા કેસ સામે આવ્યા છે. ગત અઠવાડિયામાં 4749 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે દિલ્હીના વધતા કેસને જોઈ ગૃહ વિભાગે બેઠક બોલાવી હતી અને આ બાબતે ચર્ચા કરી હતી.

દિલ્હીમાં એક દિવસમાં 5891 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ કુલ આંકડો 3,81,644એ પહોંચી ગયો હતો. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે 5891 નવા કેસ આવ્યા હતા. તો કુલ 47 લોકોના મોત થયા હતા. આ પહેલા ગુરુવારે 5739 કેસ આવ્યા હતા જ્યારે શુક્રવારે 5891 નવા કેસ આવ્યા હતા.

બીજી બાજુ દિલ્હીમાં અત્યાર સુધીમાં 3 લાખ 42 હજાર 811 લોકો રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે 3 લાખ 32 હજાર 363 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 હાજર 64 લોકો હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. દિલ્હીમાં તહેવાર, હવામાન અને પ્રદૂષણના સ્તરમાં થયેલા વધારાને લઈને કોરોનામાં વર્તવામાં આવતી બેદરકારીના કારણે કોરોનાનો કહેર વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.