/

મંત્રીમંડળના મંત્રીઓના 59 અધિકારીઓની નિમણૂંકો કરાઇ

અધિકારીઓની પ્રતિનિયુક્તિની મુદત દરમિયાન તેમના મૂળ કચેરીનાં સંવર્ગની જગ્યામાં જે પગાર અને ભથ્થાં મેળવતાં હતા તે જ મળશે

59 officers of the Cabinet were appointed

ગુજરાતના નવા મંત્રીમંડળના મંત્રીઓના અંગત સચિવ, અધિક અંગત સચિવ તથા અંગત મદદનીશ તરીકે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 59 અધિકારીઓની પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ નવા રચાયેલા મંત્રીમંડળના અંગત સ્ટાફ તરીકે હંગામી ધોરણે નિમણૂંક કરવામાં આવી હતી. આ અધિકારીઓની પ્રતિનિયુક્તિની મુદત દરમિયાન તેમના મૂળ કચેરીનાં સંવર્ગની જગ્યામાં જે પગાર અને ભથ્થાં મેળવતાં હતા તે જ મળશે. તેમની સેવા વિષયક બાબતોનો વિભાગ આ પહેલાંની નિમણૂંકની કચેરી રહેશે. જો તેમાં કોઇ ફેરફાર હશે તો તેમના સંવર્ગ સંચાલક વિભાગ દ્વારા જે નક્કી કરવામાં આવે તે જ રહેશે.

નવા મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળતાં જ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળનું વિસર્જન થયું હતુ. તેથી મુખ્યમંત્રી કાર્યાલય સહિત મંત્રીમંડળના સર્વે કેબિનટ મંત્રીઓ તથા રાજયકક્ષાના મંત્રીઓના કાર્યાલયો તે તારીખ-સમયથી બંધ થતાં તેઓના કાર્યાલયોની તમામ જગ્યાઓ આપોઆપ રદ થયા હતા. જેથી આ જગ્યાઓ ઉપર પ્રતિનિયુક્તિથી ફરજ બજાવતાં 36 અધિકારીઓને સામાન્ય વહીવટ વિભાગે 13મી સપ્ટેમ્બરના બપોર બાદથી ફરજ મુક્ત કરીને તેઓને મૂળ વિભાગોમાં નિમણૂંકો કરવામાં આવી હતી. બીજી તરફ નવા મંત્રીમંડળમાં હંગામી ધોરણે કર્મચારીઓની નિમણૂંકો અગાઉ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિની મંત્રીમંડળમાં રચના થાય ત્યારે તે વ્યક્તિ પોતાના વિશ્વાસુ માણસોને અંગત સ્ટાફ તરીકે રાખતાં હોય છે. પરંતુ અંગત સચિવ, અધિક અંગત સચિવ, અંગત મદદનીશની મહત્વની જગ્યા પર અધિકારીઓની નિમણૂંકો સરકાર તરફથી કરવામાં આવતી હોય છે. જેથી આજે સામાન્ય વહીવટ વિભાગે રાજયના મંત્રીમંડળના મંત્રીઓને ત્યાં 59 અધિકારીઓની નિમણૂંકો અંગેના હુક્મો આજે કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published.