/

બોર્ડની પરીક્ષાને નડશે કોરોનાનું ગ્રહણ ?

કોરોના વાયરસની મહામારી આખા વિશ્વમાં ફેલાઇ રહી છે. જેને લઇને તમામ દેશની સરકાર ચિંતીત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં ૬ કેશને લઇને બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓને માસ્ક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વાલી મંડળ તરફથી સરકાર અને સ્કુલોને માસ્ક આપવા મુદ્દે ભારત સરકારને પત્ર લખયો છે. આ વર્ષે ગુજરાતમાં ૧૭.૫૩ લાખ વિધાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ આપવાનાં છે. જો કોરોના વાયરસના ભયને લઇને વિધાર્થીઓના વાલીઓ ચિંતામાં મૂકાયા છે. જો વિધાર્થીઓ પરીક્ષા ટાણે બિમાર પડે તો તેમનું ભવિષ્ય બગડે જેને લઇને વાલીઓએ પરીક્ષામાં વિધાર્થીઓને માસ્ક આપવા માટેની માંગ કરી છે. જે સ્કુલને સેન્ટર બોર્ડ આપયુ છે. તે સ્કુલ માસ્કની વ્યવસ્થાઓ કરે તેવી માંગ કરી છે.

અત્યારની પરિસ્થિતિ જોતાં કોરોના વાયરસ ભારતમાં પણ પ્રવેશી ચૂકયો છે. જયારે વાલીઓએ પરીક્ષા કેન્દ્વમાં વિધાર્થીઓનાં સ્વાસ્થય માટે ડોકટરોને પણ હાજર રાખવા માટે માંગ કરી છે તેમજ સ્કુલોમાં દવાનાં  છંટકાવ કરાવવાની પણ માંગ કરી છે. આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓને અભિનંદન આપતી વખતે હાથના મિલાવવા માટે પણ સૂચન કર્યુ છે.

વિધાર્થીઓના વાલીઓએ સરકારને પત્ર લખી શું માંગ કરી

  1. વિધાર્થીઓને કોઇ પણ પ્રકારનો ચેપ ન લાગે તેના માટે માસ્ક આપવાની માંગ કરી
  2. વિધાર્થીઓના સ્વાસ્થય અંગે પરીક્ષા કેન્દ્વ પર ડોકટરોને હાજર રાખવા માંગ કરી
  3. પરીક્ષા કેન્દ્વમાં દવાનું છંટકાવ કરવાની માંગ કરી 

Leave a Reply

Your email address will not be published.