//

ન્યૂઝીલેન્ડ પહોંચેલી પાકિસ્તાનની ટીમના 6 ખેલાડીઓ થયા કોરોનાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમના 6 ખેલાડી કોરોના ગ્રસ્ત થયા છે. ત્યારે તેમને ક્રાઇસ્ટચર્ચમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ અંગેની જાણકારી આપી છે. પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડમાં 3 ટી20, બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ ટી20 18 ડિસેમ્બરે શરૂ થશે.

ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ પોઝિટિવ આવતા ન્યૂઝીલેન્ડ સરકાર હરકતમાં આવી ગઇ છે, કારણ કે ત્યાં કોરોનાના કેસો નહિવત છે. આ અંગે ન્યૂઝીલેન્ડ સરકારનું કહેવું છે કે, આઇસોલેશન દરમિયાન ખેલાડીઓની ટ્રેનિંગ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. વહીવટી તંત્રનું કહેવું છે કે, જે છ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમને ક્વારન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, લાહોરથી 53 ખેલાડીઓ રવાના થયા હતા, તેમનામાં કોઇ લક્ષણ ના હોય તેની સતત નોંધ લેવાતી હતી. 24 નવેમ્બરે ન્યૂઝીલેન્ડના શહેર ક્રાઇસ્ટચર્ચ પહોંચવા પર તેમનો કોરોના ટેસ્ટ થયો. તેમાંથી છ ખેલાડીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યો. તેમાંથી બે ખેલાડી પહેલાથી કોરોના પોઝિટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ન્યૂઝીલેન્ડ સરકારનું કહેવું છે કે, હવે આઇસોલેશન દરમિયાન પણ ઓછામાં ઓછા ચાર વખત ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે. સાથે જ તમામ ખેલાડીઓ પોત-પોતાના રૂમમાં જ રહેશે. સરકાર મુજબ, સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું કે, કડક સૂચના પછી પણ કેટલાક ખેલાડીઓ આઇસોલેશનના નિયમોનો ભંગ કરીને ફરતા દેખાયા હતા.

Leave a Reply

Your email address will not be published.