///

ભાજપ સાંસદની પૌત્રીનું ફટાકડાથી દાઝ્યા બાદ સારવાર દરમિયાન થયું મોત

ભાજપના દિગ્ગજ નેતાની 6 વર્ષની પૌત્રીનું નિધન થયું છે. ફટાકડાથી દાઝ્યા બાદની સારવાર દરમિયાન મંગળવારે તેમની પૌત્રીનું મોત નીપજ્યું છે.

યુપીના પ્રયાગરાજથી ભાજપના સાંસદ તેમજ નેતા રીટા બહુગુણા જોશીની પૌત્રીનું મોત થયું છે. તેમની પૌત્રીએ ફટાકડાથી દાઝી જવાના કારણે અંતિમ શ્વાસ લીધા છે. મંગળવારે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની પૌત્રીનું નિધન થયું છે. તે માત્ર છ જ વર્ષની હતી તેમજ મોતની ખબર સાંભળ્યા બાદ પરિવારના સભ્યો આઘાતમાં છે. આજે સવારે જ દીકરીને સારવાર હેતુ દિલ્હી લાવ્યા હતા.

ભાજપ સાંસદની પૌત્રી ફટાકડા ફોડતા સમયે દાઝી ગઈ હતી. સારવાર દરમિયાન તબીબોએ કહ્યું હતું કે, 60 ટકા શરીર દાઝી ગયું છે, જે બાદ તેને દિલ્હી લાવવામાં આવી હતી. એર એમ્બ્યુલન્સથી દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દીકરીને લાવવામાં આવી અને સારવાર દરમિયાન તે જિંદગીની જંગ હારી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, રીટા બહુગુણા જોશી થોડા દિવસ પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમની પૌત્રી પણ વાયરસની ઝપેટમાં આવી હતી. જેને પગલે દાદીની સાથે પૌત્રીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર બાદ વાયરસને મ્હાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published.