///

દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર, છેલ્લા 24 કલાકમાં આવ્યા અધધ… કેસ

દેશની રાજધાનીમાં ફરી એકવાર કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. મંગળવારે અહીં 6725 કેસ આવ્યા હતાં. જે બાદ દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં કોરોનાની સંક્રમણની આ ત્રીજી લહેર છે.

સ્વાસ્થ્ય પ્રધાન વધુમાં કહ્યું કે અમે હવે અગ્રેસિવ રીતે ટેસ્ટિંગ કરવાનું શરુ કર્યું છે. જે બાદ આંકડા વધતા નજર આવી રહ્યા છે. આ પહેલા કન્ઝસ્ટડ વિસ્તારમાં ફેલાયેલો હતો. પરંતુ હવે આ અપર ક્લાસમાં પણ આવી ગયો છે. ત્યારે અપર ક્લાસના લોકો ખાનગી હોસ્પિટલો વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે બેડ ભરાઈ ગયા છે.

સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે કન્ટેન્ટમેન્ટ જોન વધારવામાં આવી રહ્યા છે. ત્યારે જો 3-4 કેસ પણ છે તો ત્યાં કન્ટેનમેન્ટ જોન બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા બેડ રિઝર્વ કર્યા હતાં જેના પર હાઈકોર્ટે મનાઈ ફરમાવી છે. હવે અમે સુપ્રીમ કોર્ટ જઈશું. ત્યારે દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને રાજધાનીમાં કોરોનાનો સૌથી ખતરનાક સમય આવવાની શક્યતા વ્યક્ત કરી છે. એક્સપર્ટ કમિટીના હવાલાથી જૈને કહ્યું હતું કે આવનારા દિવસોમાં બહું સાવધાનીની જરુર છે.

Leave a Reply

Your email address will not be published.