////

રાજધાનીમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 6842 કેસ

દિલ્હીમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવ્યો છે. રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 6842 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 51 દર્દીના મોત નિપજ્યા છે.

દિલ્હીમાં સતત વધતા જતા કેસના પગલે દિલ્હી સરકારના સ્વાસ્થ્યપ્રધાને કહ્યું કે દિલ્હીમાં થતું વધારેને વધારે ટેસ્ટિંગ છે. પરિવારમાં 1 વ્યક્તિ પોઝિટિવ હોય છે તો તમામ નજીકના કોન્ટેક્ટ્સનો ટેસ્ટ કરવામાં આવે છે. પ્રધાને માન્યું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે. તેના કારણે કેસ સતત વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.