///

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને 69 પૂર્વ અમલદારોએ PM મોદીને લખ્યો પત્ર

પૂર્વ અમલદારોના એક ગ્રુપ દ્વારા વડાપ્રધાન મોદીને એક ખુલ્લો પત્ર લખીને સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કૉન્સ્ટિટ્યૂશનલ કંડક્ટ ગ્રુપના બેનર હેઠળ 69 નિવૃત સરકારી અમલદારઓએ દાવો કર્યો છે કે, દેશના લોકો સ્વાસ્થ્ય સેક્ટરમાં રોકાણની રાહ જોઈ રહ્યાં છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી સામાજિક પ્રાથમિક્તાઓના સ્થાન પર બેકાર અને બિનજરૂરી યોજનાએ પ્રાથમિક્તા કેમ આપવામાં આવી રહી છે?

ત્યારે આ પત્ર પર પૂર્વ IAS અધિકારીઓ જવાહર સરકાર, જાવેદ ઉસ્માની, એનસી સક્સેના, અરુણા રૉય, હર્ષ મંદર અને રાહુલ ખુલ્લર સિવાય પૂર્વ IPS અધિકારીઓ એએસ દુલ્લત, અમિતાભ માથુર અને જૂલિયો રિબેરોના હસ્તાક્ષર છે. તેમણે કહ્યું છે કે, સંસદના નવા ભવન માટે કોઈ ખાસ કારણ ના હોવા છતાં આ ખૂબ જ ચિંતાનો વિષય છે કે, જ્યારે દેશની અર્થ વ્યવસ્થા કથળી રહી છે. જેના કારણ દેશના લાખો લોકોની હાલત કફોડી કરી દીધી છે, તેવામાં સરકારે ધામધૂમથી આ યોજનામાં રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

આ પત્રમાં આરોપ લગાવ્યો છે કે, અમે આપણી ચિંતાઓને વાકેફ કરાવવા માટે તમને આ પત્ર એટલા માટે લખી રહ્યાં છે, કારણ કે સરકાર અને તેના પ્રમુખ તરીકે તમારે સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના મામલે કાયદાનો અનાદર કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ આ પરિયોજનામાં બેજવાબદાર વલણ દાખવવામાં આવ્યો છે. જે અગાઉ કદાચ ક્યારેય જોવા મળ્યું નથી.

મહત્વનું છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના અંતર્ગત સંસદના નવા પરિસર, કેન્દ્રીય મંત્રાલયો માટે સરકારી ઈમારતો, ઉપરાષ્ટ્રપતિ માટે નવા એન્કલેવ, PMO કાર્યાલય અને આવાસ સહિત અન્ય નિર્માણ કાર્ય કરવામાં આવનાર છે. આ પરિયોજના પર કામ કરી રહેલા CPWDએ અંદાજિત ખર્ચ 11,794 કરોડ રૂપિયાથી વધારીને 13,450 કરોડ રૂપિયા કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ 10 ડિસેમ્બરે સંસદના નવા ભવનનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પત્રમાં પૂર્વ અમલદારોએ કેસ કોર્ટમાં હોવા છતાં સંસદના નવા ભવનના નિર્માણની દિશામાં અયોગ્ય તરીકે આગળ વધવાનો આરોપ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.