///

રાજકોટ અગ્નિકાંડ બાદ ભાવનગર તંત્ર હરકતમાં, 7 હોસ્પિટલનો સીલ કરાઈ

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 5 કોવિડ દર્દીઓના મોત થયા હતા. જેને પગલે રાજ્યમાં ફાયર સેફટીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભાવનગર તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ભાવનગરમાં મનપા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ કરવામાં આવતા 7 હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.

રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યાં છે. જેને લઇને હોસ્પિટલમાં બનતી આગની ઘટના બાદ ભાવનગરનું તંત્ર સફાળું જાગ્યું છે. મનપા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરાયું છે. આ ચેકિંગ દરમિયાન ફાયર સેફટીના નિયમને બાજુ પર મૂકનાર શહેરની 7 હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.

ફાયર સેફ્ટીના ચેકિંગ દરમિયાન ભાવનગર સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટી માટેના પૂરતા સાધનો ન હોવાની હકીકત સામે આવી છે. આ મામલે અગાઉ બે વખત સિવિલ હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.