////

વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાં રહેલા 7 પોલીસ કર્મીઓ કોરોનાગ્રસ્ત

આજે વડાપ્રધાન મોદીના કેવડિયા ખાતેના કાર્યક્રમના બંદોબસ્તમાં જનાર તમામ પોલીસ કર્મીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મી સહિત જિલ્લામાં આજે 700 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી એક છોટાઉદેપૂર અને 6 સંખેડાના પોલીસ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ આ પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં નહીં મોકલાય અને તેમને કોરન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે.

કોરોનાને કારણે અનેક પોલીસ કર્મચારીઓ સંક્રમિત થઇ ચુક્યા છે અને મોટાભાગના પોલીસ કર્મચારીઓ રિકવર થઇને પરત પણ ફરી ચુક્યા છે. જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ કોરોનાને કારણે મૃત્યુ પણ પામ્યા છે. તેવામાં વડાપ્રધાનના બંદોબસ્તમાં રહેલા તમામ સ્ટાફનો કોરોના રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યા હતા. જેમાં આટલા મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવતા તંત્ર પણ એક તબક્કે દોડતું થયું છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાનાં મહુવા પોલીસ સ્ટેશનનાં તમામ કર્મચારીઓ એક સાથે કોરોનાની ઝપટે ચડ્યા હતા. જેમાં ડીવાયએસપી, તેના ડ્રાઇવરથી માંડીને પી.આઇ તમામ પીએસઆઇ સહિતનો સમગ્ર સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.