//

જામનગરમાં 700 બેડની કોવિડ-૧૯ હોસ્પિટલ તૈયાર, મુલાકાત લેવા પહોંચ્યા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગરમાં તૈયાર થયેલી ૭૦૦ બેડની કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને તેઓએ હોસ્પિટલ ખાતે કરાયેલી તમામ સુવિધાનું નિરિક્ષણ કર્યું હતું.. તે દરમિયાન ડીન નંદિની દેસાઈ, અધિક્ષક નંદિની બાહિરી, નોડલ ઓફિસર એસ.એસ.ચેટરજી, ડો.દિપક તિવારી, ડો.ભુપેન્દ્ર ગોસ્વામી, ડો.મનીષ મહેતા જેવા સિનિયર ડોક્ટરો અને માધ્યમ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો જામનગરની જી.જી હોસ્પિટલમાં 700 બેડની કોવિડ-19 હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ૧૪ માસના બાળકના માતા-પિતાના રિપોર્ટ નેગેટિવ આવેલ છે પરંતુ હાલ પણ તેમને દેખરેખ હેઠળ રખાયા છે, આગામી પાંચ થી આઠ અથવા તો બાર દિવસોમાં પણ તેના લક્ષણો જણાઈ શકવાની શક્યતાને કારણે તેમને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને ડોક્ટરો દ્વારા બાળકની સારવાર કરવામાં આવી રહી છે.

બાળક હાલ વેન્ટિલેટર પર છે. સરકાર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરાઈ છે તો મંત્રીએ જણાવ્યું કે જો આગામી દિવસોમાં કોઈપણ પ્રકારની આવશ્યકતા હશે તો કોરોના સામેની લડતમાં જામનગર જિલ્લાની આવશ્યકતા તાત્કાલિક પરિપૂર્ણ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.અહીં જિલ્લા શહેર ભાજપના પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ રાજ્યમંત્રી સાથે હોસ્પિટલની મુલાકાત લઇ કહ્યું હતું કે, હોસ્પિટલ ખાતે ખૂબ સારી વ્યવસ્થા ગોઠવાઇ છે સાથે જ લોકોને જણાવવાનું કે, છેલ્લા ૨૪ કલાકમાં જ ગુજરાતમાં ૨૨ જેટલા લોકો આ રોગમાંથી મુક્ત થઈ અને પોતાના ઘરે સ્વસ્થ થઈને પહોંચ્યા છે ત્યારે લોકો આ રોગથી ગભરાય નહીં. સારવાર,દવાથી આ રોગ સામે લડત કરી શકાય છે પરંતુ સાથે જ આ રોગ લાગુ ના પડે તે માટે સાવચેત રહેવા અપીલ કરતા કહ્યું હતું કે લોકો ઘરમાં રહે અને સાવચેત રહે.

Leave a Reply

Your email address will not be published.