/

લીબિયાના ખુમ્સ તટ પાસે બોટ તૂટતા 74 લોકોના મોત નિપજ્યા

ઉત્તર આફ્રિકન દેશ લીબિયામાં એક દર્દનાક ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 74 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 47 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. યુરોપ જઇ રહેલી એક બોટ લીબિયાના ખુમ્સ તટ પાસે તૂટી ગઇ હતી, જેમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો દરિયામાં ડુબી ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ ઘટના સમયે બોટમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 120 લોકો મુસાફરી કરતા હતા. જ્યારે આ બોટ લીબિયા પોર્ટના અલ-ખુમ્સ પાસે પહોચી તો અચાનક તૂટી ગઇ હતી.

નોંધનીય છે કે, એક ઓક્ટોબરથી લઇને અત્યાર સુધી આ વિસ્તારમાં કેટલીક એવી ઘટનાઓ બની ચુકી છે. જેમાં આશરે એક મહિનામાં નાવ તૂટીને ડુબવાની આ આઠમી ઘટના હતી. લીબિયામાં વધતા સંઘર્ષ અને પ્રવાસીઓ વિરૂદ્ધ થઇ રહેલા શોષણ અને દુર્વ્યવહારથી બચવા માટે લોકો ત્યાંથી નીકળીને યુરોપ જવા ઈચ્છે છે. જેની માટે લોકો તેઓ બોટમાં સવાર થઇને દરિયાના રસ્તથી આવે છે.

Leave a Reply

Your email address will not be published.