///

ખેડૂત આંદોલનનો આજે સતત 14મો દિવસ, 8ના મોત તેમ છતા પણ ખેડૂતો અડગ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પીછે હટ કરવા તૈયાર નથી. આજે સતત 14માં દિવસે પણ ખેડૂત આંદોલન યથાવત છે. ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર કાયદાને પરત નથી લેતી અને પરત લેવાની વાત લેખિતમાં નથી આપતી ત્યાં સુધી તે પ્રદર્શન ખતમ નહીં કરે. પરંતુ હાડ થીજવતી ઠંડીમાં ખેડૂતો રસ્તા પર બેસવા અડગ છે. તે દરમિયાન ખેડૂતોના અલગ અલગ કારણોસર મોત થયા છે. આ તકે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન જીવ ગુમાવનારા પ્રદર્શનકારીઓને શહીદ કહેવાનું શરુ કરી દીધું છે.

ગઇકાલે મંગળવારે ટિકરી બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું છે. 32 વર્ષના મૃત ખેડૂત સોનીપતના બરોદાના રહેવાસી હતાં. પ્રદર્શનકારિઓએ જણાવ્યું કે અચાનકથી તેની તબિયત ખરાબ થઈ ગઈ તે બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કર્યા હતાં. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. ત્યારે પરિવારજનોનું કહેવું છે કે ઠંડીના કારણે તેમનું મોત નિપજ્યું છે. જ્યારે પોલીસનું કહેવું છે કે હાઈપોથર્મિયાના કારણે તેમનું મોત થયુ હોવાની શક્યતા છે.

જો કે ખેડૂત આંદોલન દરમિયાન આ પહેલી મોત નથી. આ પહેલા ખેડૂત પોતાની જાન ગુમાવી ચૂક્યા છે. 6 મહિનાનું રાશન – પાની લઇને પ્રદર્શન માટે આવેલા ખેડૂતો માટે ગુરમૈલ કોર રોટલી બનાવતી હતી. મંગળવારે અચાનક તેમનું મોત થઈ ગયું હતું. સિંધું બોર્ડર પર સોનીપતના જ સંજય સિંહનું પણ પ્રદર્શન દરમિયાન મોત થયું હતું. ત્યારે હરિયાણામાં ધરણા પર બેઠેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક ખેડૂત કિતાબ સિંહ 60 વર્ષની સાથે અને ધરણાની આગેવાની કરી રહ્યા હતા.

ગત અઠવાડીએ પ્રદર્શન દરમિયાન કેટલાક ખેડૂતોના મોત થયા છે. આંદોલનમાં સામેલ 60 વર્ષીય ખેડૂત ગુરજંત સિંહનું બહાદુરગઢ બોર્ડર પર મોત થયું છે. ત્યારે દિલ્હી બોર્ડર પર ખેડૂત ગુરુભાષ સિંહે પ્રદર્શન દરમિયાન દમ તોડ્યો છે. લુધિયાનાના ખટરા ભગવાનપુરા ગામમાં રહેનારા ગજ્જર સિંહ ખેડૂત આંદોલનમાં ભાગ લેવા જઈ રહ્યા હતાં. તે દરમિયાન હાર્ટ એટેકથી તેમનું મોત નિપજ્યું છે.

પંજાબના ખેડૂતોનું ટ્રેક્ટર રિપેર કરી રહેલા મિકેનીકનું કારમાં આગ લાગતા મોત થયું હતું. તે દરમિયાન પણ ખેડૂતો પરત ન ફર્યા. તેમનું કહેવું છે કે તેઓ 6 મહિનાનું કરિયાણુ લઈને આવ્યા છે તેઓ નહીં અટકે. જ્યારે સરકાર તેમની માગો માનવા તૈયાર નથી. તમામ બેઠકો પરિણામ વિહોણી રહી છે.

તે દરમિયાન દિલ્હીની બોર્ડર પર ખેડૂત પ્રદર્શનને 13 દિવસ થઈ ગયા છે. હાડ થીજવતી ઠંડીમાં પોતાના અનેક સાથીઓને ગુમાવ્યા બાદ તેમના ઈરાદા નબળા નથી પડ્યાં. તેઓ હજું પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માગ ન માનવામાં આવે ત્યાં સુધી તેઓ પાછળ નહીં હટે. તેઓ પોતાની સાથે તમામ સમાન ઉપરાંત દવાઓની વ્યવસ્થા કરી છે. અનેક સાથીઓને ગુમાવ્યા બાદ પણ તેઓ પાછળ હટવા તૈયાર નથી. સરકાર જીદ પર અડી છે. ત્યારે સવાલ એ છે કે આ પ્રદર્શન દરમિયાન થયેલા મોત માટે કોણ જવાબદાર છે?

Leave a Reply

Your email address will not be published.