///

ઉત્તરપ્રદેશના કૌશંબીમાં ભીષણ અકસ્માત, 8 લોકોના મોત

ઉત્તર પ્રદેશના કૌશંબીમાં આજે સવારે એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો. રસ્તામાં એક બાજુ ઊભેલી સ્કોર્પિયો ગાડી પર એક લોડેડ ટ્રક પલટી મારી ગયો હતો જેના પગલે 8 લોકોના મોત નિપજ્યાં હતાં. તેમાંથી બે લોકો હજુ પણ ગાડીમાં ફસાયેલા હોવાની આશંકા છે.

મળતી માહતી મુજબ સ્કોર્પિયો ગાડી એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહી હતી. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે હાલમાં ભારે સંખ્યામાં પોલીસ તૈનાત છે. ગાડીમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેન અને ગેસ કટરની મદદથી ટ્રકને હટાવવામાં આવી રહી છે.

અકસ્માત કડાધામ પોલીસ સ્ટેશન હદના દેવીગંજ ચાર રસ્તે સર્જાયો હતો. સ્કોર્પિયો કારમાં મહિલાઓ અને બાળકો હતાં. આ ગાડી દેવીગંજ ચાર રસ્તે ઊભી હતી અને અચાનક ટ્રક તેના પર પલટી મારી ગયો હતો.

આ અકસ્માતની ઘટનાના પગલે કૌશંબાના ડીએમના જણાવ્યાં મુજબ આ અકસ્માત સવારે 3.30 કલાકે સર્જાયો હતો. ગાડીમાં મહિલાઓ અને બાળકો સવાર હતાં. ટ્રક કાર પર પલટી જતા ડ્રાઈવર સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ટ્રકનું ટાયર ફાટી જતા તે પલટી ખાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની આગળની વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.