///

સાઉથ બોપલની એક જ સોસાયટી સફલ પરિસરમાં કોરોનાના 80 કેસના પગલે હાહાકાર

શહેરના બોપલ વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર 1 અને 2 સોસાયટીમાં કુલ 80 કોરોના પોઝિટિવ કેસ એક સાથે જ આવતા હાહાકાર મચી ગયો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સફલ પરીસર 1 અને 2 બંન્ને બિલ્ડિંગ સિલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બંન્ને બિલ્ડિંગને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોઇ એક જ રહેણાંક કોલોનીમાં આટલા વ્યાપક પ્રમાણમાં કેસ આવવા તે કોરોના પોઝિટિવનો વેવ ફરી એકવાર શરૂ થયાની સંકેત છે. બીજી સૌથી ચિંતાજનક બાબત એ છે કે, હવે પરિવારમાંથી એક કેસ નહી પરંતુ આખે આખો પરિવાર પોઝિટિવ આવે છે. કોરોનાનું આ લક્ષણ ખુબ જ ચિંતાજનક છે. આ બીજા નંબરના વેવનો સંકેત છે.

AMC દ્વારા 108 સેવાને સુચના આપવામાં આવી છે કે, એક જ પરિવારના લોકો દર્દી બને ત્યારે તમામને એક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે. તેમ છતા કોઇ પણ વ્યક્તિગત્ત કિસ્સાઓ પ્રકાશમાં આવે તો તેનું ધ્યાન દોરવા માટે અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.