////

રાજકોટ જિલ્લાની 847 શાળાઓમાં નથી ફાયર NOCની સુવિધા

રાજકોટ શહેર અને જિલ્લામાં 1194 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 847 શાળાઓ પાસે ફાયર NOC નથી. જેથી રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ આ તમામ શાળાઓને 15 દિવસમાં જ ફાયર એનઓસી મેળવવાનો આદેશ આપી દીધો છે. જેથી 291 શાળાઓએ ફાયર NOC મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

સાથે જ રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડીંગો, વાણિજ્યક સંકુલ, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ તેમજ ઔદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દેવાઇ તેમજ દર 6 મહિને ફાયર સેફ્ટીનું NOC રિન્યુઅલ કરાવવાનું રહેશે. ત્યારે રાજ્યમાં ખાસ ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂંક પણ કરવામાં આવશે.

આ ઉપરાંત CM રૂપાણીના આદેશને પણ કેટલીક શાળાઓ અવગણતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ક્યાં સુધી આ રીતે શાળા-કોલેજો કે બિલ્ડીંગો, કોમ્પલેક્ષો ફાયર સેફ્ટી વગર ધમધમતી રહેશે. રાજકોટ શહેર અને જિલ્લાની 847 શાળાઓ પાસે ફાયર NOC નહીં હોવાને કારણે અનેક પ્રશ્નો પણ ઊભા થઇ રહ્યાં છે કે, શું તંત્ર હજુ સુધી ઊંઘમાં જ છે કે પછી આંખ આડા કાન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંય સમયથી એક પછી એક આગની ઘટનાઓ ઘટતી રહે છે. તેમ છતાં તંત્ર, સરકાર તેમજ શાળાઓના ટ્ર્સ્ટીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ હજુ ઊંઘમાં છે. સાથે જ ફાયર NOCને લઇને યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી રહી નથી.

Leave a Reply

Your email address will not be published.