ઇટાલીનાં ઉત્તર ઇટાલીના પાવિયા શહેરમાં કોરોના વાયરસનાં કારણે ૮૫ ભારતીય વિધાર્થીઓ ફસાયેલા છે. યુનિવર્સિટી ઓફ પાવિયાના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનાં સ્ટાફમાં કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળયું હતું. જેમાં ભારતીય વિધાર્થીઓ ફફડાટ પેસી ગયો હતો. જે ભારત સરકાર પાસેથી મદદ માગી રહ્યા છે. કેટલાક ભારતીય વિધાર્થીઓએ પરત ભારત આવવા માટેની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે વિમાનો રદ્દ કરી દેવામાં આવ્યા છે. પાવિયામાં ફસાયેલા ૮૫ ભારતીયો, તેલગણાનાં-૨૦, કર્ણાટકના-૧૫, તમિલનાડુ-૪, કેરળ-૨, દિલ્હી-૧, રાજસ્થાન-૧, ગુરુગ્રામ-૧, દહેરાદુન-૧ છે. જેમાંથી ૬૫ એન્જિયરિંગના વિધાર્થીઓ છે. પાવિયામાં ફસાયેલા એક વિધાર્થીએ જણાવ્યુ હતુ કે, ૧૦ માર્ચે તે ભારત આવવાનો હતો.

તેને જાન નહતી કે વિમાન તે દિવસે ઉડાન ભરશે નહીં. મને જણાવવામાં આવ્યુ કે, ખાડી તરફથી જઇ રહેલા વિમાનોને રદ કરવામાં આવ્યા છે.ભારતીય એરર્પોટસ પર ઉતર્યા બાદ ભારતીયોને ૧૦-૧૫ દિવસ સુધી અલગ કેન્દ્વમાં રાખવામાં આવશે. પાવિયાની એક ભારતીય વિધાર્થીનીએ જણાવ્યુ કે, અમારામાંથી અડધ લોકોએ ભારત જવા માટે ટિકિટ બુક કરાવી હતી. પરંતુ વિમાનની ઉડાન રદ્દ થઇ ગઇ હતી તેમજ નવી ભારત પરત આવવાની ટિકિટ મોંધી છે. અહીંયા કરિયાણાની દુકાનોમાં પણ કરિયાણાનો સામાન પતી ગયો છે. અમને ખાવાના પર ફાફા પડે છે. જેથી અમે સરકાર સામે મદદ માંગી છે અમે ભારત પરત ફરવા માંગીએ છે.