////

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 860 કેસ નોંધાયા, 5 દર્દીઓના મોત

હવે ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઘટતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં નવા 860 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1128 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,57,247 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 90.47 ટકા થઇ ચુક્યો છે. તેમજ પાંચ દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,833 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 56 છે. જ્યારે 12777 લોકો સ્ટેબલ છે. 1,57,247 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3724 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 2, પાટણ 1, સુરત કોર્પોરેશનનાં 1 અને વડોદરાના 1 દર્દી સહિત કુલ 5 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

રાજ્યમાં કુલ 51,084 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 785.91 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,24,633 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,10,529 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 104 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.