/

ચંપારણમાં ફસાયા 89 ગુજરાતીઓ, વતન પરત લાવવા કરી અપીલ

ભારતમાં લોકડાઉન પહેલા વિવિધ રાજ્યોમાં પ્રવાસે ગયેલા લોકોની હાલત કફોડી બની છે. તો ગુજરાત NSUIના જનરલ સેક્રેટરી નિખિલ સાવાણી દ્વારા વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી છે. છત્તીસગઢ અને રાયપુર જિલ્લામાં આવેલ ચંપારણમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે અપીલ કરવામાં આવી છે. તો લોકડાઉનના કારણે 89 ગુજરાતીઓ ચંપારણમાં ફસાયા છે જેથી તેમને ત્યાંથી પોતાના વતન પરત લાવવા નિખિલ સાવાણી દ્વારા ટ્વીટ કરી અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનની પરિસ્થિતિના કારણે આંતરરાજ્ય માર્ગ સેવાઓ બંધ થતા પ્રવાસીઓ અટવાયા છે જેથી નિખિલ સાવાણીએ અટવાયેલા લોકો પોતાન વતન પરત આવી શકે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી અપીલ કરી છે

Leave a Reply

Your email address will not be published.