કોરોનાના કહેર વિશ્વભરમાં જોવા મારી રહ્યો છે. જેમાં કોરોનાએ હવે ભારતમાં પણ પગપેસારો કરી લીધો છે. કોરોના વાયરસની જો વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 188 કેસો નોંધાયા છે. જેમાં 4 વ્યકિતઓનું મોત પણ નિપજી ચૂક્યું છે. ગુજરાતમા અત્યાર સુધીમાં કોરોના વાયરસના 8 કેસો નોંધાયા છે. જેમાં 24 કલાકમાં જ વડોદરામાં કોરોના વાયરસના 2 કેસ નોંધાયા છે. જેમાં વડોદરાનો રહેવાસી 52 વર્ષીય આધેડ શ્રીલંકા પ્રવાસે ગયો હતો. શ્રીલંકાના પ્રવાસથી આધેડ 14 માર્ચે વડોદરા પરત ફર્યો હતો. જેથી તેમનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ તબીબો તેમની સારવારમાં મચી પડ્યા હતા. આધેડને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ આધેડ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા અને તેમના પરિવારજનોને પણ કોરોના વાયરસ ફેલાયો કે નહીં તે જાણવા માટે તેમની પણ તપાસ કરવામાં આવી છે. વડોદરામાં 24 કલાકમાં 2 કોરોનાના કેસ સામે આવ્યા છે.
શું ખબર...?
