સમુદ્રમાં કોસ્ટગાર્ડનું ઓપેરશન : જહાજમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડી

અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં અલંગ શિપયાર્ડમાં જતું જહાજમાં ચોરી કરતી ગેંગ ચોરી કરવા જહાજ ઉપર ચડી હોવાના સમાચાર પીપાવાવ કોસ્ટગાર્ડને મળતા પીપાવાવ કોસ્ટગાર્ડના જવાનો સમુદ્રમાં પોહચી 9 શખ્સને બોટ સાથે ઝડપી લીધા હતા.અને કાયદેશરની કાર્યવાહી કરી હતી.

અમરેલી જિલ્લામાં આવેલ દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડના જવાનો તમામ ગતિવિધિ પર રાખી રહ્યા છે આજે નવા બંદરથી 8 નોટિકલ માઈલ દૂર બહાર સમુદ્રમાં અલમરજો નામનું જહાજ અલંગ શિપયાર્ડમાં બ્રેકીંગ માટે જઈ રહ્યું હતું ત્યારે અહીં સમુદ્ર વચ્ચે ચોરી કરતી ગેંગ બોટ સાથે આવી અને જહાજમાં ચડી ચોરી કરે તે પહેલા પીપાવાવ કોસ્ટગાર્ડને સમાચાર મળતા પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ સમુદ્રમાં પોહચી અને 9 ઈસમોને દબોચી લીધા હતા જેમાં 2 ઈસમો જહાજની ઉપર હતા અને 7 ઈસમો નીચે રાખેલી કિરમાણી નામની બોટમાં હતા આ તમામને કોસ્ટગાર્ડએ જહાજ અને ચોરી કરવા આવેલી ગેંગ અને બોટને કોર્ડન કરી ઝડપી લીધા હતા અને તેમની પૂછપરછ કરતા ઉના નજીક આવેલ નવા બંદર વિસ્તારના હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

સાથે અલંગ શિપયાર્ડ અને પીપાવાવ વિસ્તારમાં વારંવાર નાની મોટી ચોરી કરવાની ઘટના અગાઉ વારંવાર સામે આવતી હતી ત્યારે આજે ચોર ટોળકી સમુદ્ર માં મહાકાય જહાજોમાં ચોરી કરી રહી હોવાની કોસ્ટગાર્ડ ને માહિતી મળતા પીપાવાવ કોસ્ટગાર્ડને મહત્વ પૂર્ણ સફળતા મળી હતી અને ચોર ટોળકીને ચોરીના સાધનો અને ગુન્હામાં વપરાયેલી બોટને પણ કબ્જે કરી હતી.

જહાજમાં ચોરી કરવા આવેલા 9 ઈસમો તમામ નવા બંદરના રહેવાસી છે જેમાં .સ્પલા ઇકબાલ હુસેન,બેલીમ ઓસમુંભાઈ ઉમરૂભાઇ ચૌહાણ, ઇમરાન હુસેન બારૈયા બાલુ ગબરુ,ચૌહાણ અબ્દેરમાં જુસબ,સુમરા સલિમ અલી,મંગા વીરા બાંભણીયા,ઉસ્માન જુસબ ચૌહાણ , મુહમ્મદ જુસબ ચૌહાણ. પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા તમામ 9 ઈસમો અને બોટ સાથે ઝડપી પાડી પીપાવાવ મરીન પોલીસને સોંપવા માં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરાશે પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા આરોપીની પુછપરછ કરી અગાઉ ક્યાં ક્યાં ચોરી કરી છે કે કેમ તેને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે સાથે સાથે કોસ્ટગાર્ડ દરિયાઈ સીમા પરની તમામ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.