//

સેમસંગ આ મોબાઇલ પર આપી રહી છે અધધ… ડિસ્કાઉન્ટ

સેમસંગ ગેલેક્સી S20 FE પર કંપની 9 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીએ મંગળવારે ફોન પર ફેસ્ટિવ ઓફરની જાહેરાત કરી છે.

સંમસંગ કંપનીના ગેલેક્સી S20 FE 128GB અને 256GB એમ બંને સ્ટોરેજ વેરિઅન્ટ પર 9 હજારનું ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ કિંમત સાથે ફોનની ખરીદી તમે રિટેલ સ્ટોર્સ, કંપનીના ઓનલાઈન સ્ટોર અને એમેઝોન સહિત ઈ કોમર્સ પ્લેટફોર્મ પરથી કરી શકો છો.

જો આ મોબાઇલની ખરીદી કરવી હોય તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હેઠળ મોબાઇલ પર 5 હજાર રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં HDFC બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 4 હજાર રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ મળતાની સાથે જ તમારો મોબાઇલ 128GB વેરિઅન્ટની કિંમત 40,999 રૂપિયા અને 256GB વેરિઅન્ટની કિંમત 44,999 રૂપિયા થઈ જાય છે. મોબાઇલ પર ડિસ્કાઉન્ટ 17 નવેમ્બર સુધી અવેલેબલ છે.

ઉલ્લેખનિય છે કે ગેલેક્સી S20 FEને આ મહિનાની શરૂઆતમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.