રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોના વાઈરસની રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. આજદિન સુધી રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,72,944 થયો છે. ત્યારે 24 કલાકમાં નવા 935 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 1014 દર્દીઓ સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 935 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત નિપજ્યા છે, જેના પગલે કોરોનાથી કુલ 3719 લોકોના મોત નિપજ્યા છે.
રાજ્યમાં કુલ 1,56,119 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 13,106 કેસ એક્ટિવ છે અને 59 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે તે માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 51,574 ટેસ્ટ ક૨વામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 793.45 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે, રાજયમાં અત્યાર સુધીમાં કુલ 60,53,847 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 935 કેસ નોંધાયેલા છે.