////

રાજ્યમાં કોરોનાના કેસમાં જેટ ગતિએ વધારો, નવા 954 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 954 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 703 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,80,051 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,70,658 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,427 પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 22,15,092 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,42,981 વ્યક્તિઓના બીજા ડોઝનું વેક્સિનેશન પુર્ણ થયું છે. છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,41,270 વ્યક્તિઓનું વેક્સિનેશન કરાયું હતુ. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ વેક્સિનની કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બોટાદ અને ડાંગ એમ કુલ 2 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોવિડ-19 ના 954 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 703 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.65 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,70,685 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4,966 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 58 છે. જ્યારે 4,908 લોકો સ્ટેબલ છે. 2,70,658 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,427 લોકોનાં મોત નિપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published.