////

ગુજરાતમાં કોરોના થયો હળવો, નવા 919 કેસ સામે 963 દર્દી થયા રિકવર

ગુજરાત રાજ્યમાં કોરોના મહદઅંશે હળવો પડી રહ્યો છે. ત્યારે નવા કેસની સંખ્યા ઘટીને ત્રણ આંકડામાં આવી ગઈ છે. આ સાથે સપાટી પર આવેલા કેસો કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે. હાલ એક્ટિવ કેસ પણ ઘટીને 13,936 થયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના પોઝીટીવ નવા 919 કેસો નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 963 દર્દીઓ સાજા થયા છે. હાલ કુલ 65 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13871 દર્દીઓ સ્ટેબલ છે. કુલ મૃત્યુઆંક 3689 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 167173 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.