////

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 969 કેસ નોંધાયા, 6 દર્દીઓના મોત

ગુજરામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 969 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1027 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19ના કારણે 6 દર્દીઓના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 3714 થયો છે. કોરોના વાઈરસના કેસ સૌથી વધુ સુરતમાં 218 નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 1,72,009 નોંધાયો છે. જેમાંથી એક્ટિવ કેસ 13,110 છે. તો રાજ્યમાં કુલ 51,657 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.17 ટકા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 218, અમદાવાદમાં 181, રાજકોટમાં 84, વડોદરામાં 114, ગાંધીનગરમાં 33, જામનગરમાં 29, બનાસકાંઠા, મહેસાણામાં 26-26 સહિત કુલ 969 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અત્યારે કુલ 13,190 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 62 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 13,128 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,55, 105 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.