////

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 975 કેસ નોંધાયા, 6 કોરોના દર્દીના મોત

રાજ્યમાં કોરોનાના નવા 975 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1022 દર્દીઓ રિકવર થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં કોરોનાના 6 દર્દીનાં મોત થયા છે. ત્યારે રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1,76, 608 એ પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 214, અમદાવાદમાં 173, રાજકોટમાં 85, વડોદરામાં 111, મહેસાણામાં 32,બનાસકાંઠામાં 30, પાટણમાં 25, ગાંધીનગરમાં 39, જામનગરમાં 16, નર્મદામાં 15, ભાવનગરમાં 17, જૂનાગઢમાં 20, આણંદમાં 13, કચ્છણાં 13, અમરેલીમાં 12, અરવલ્લીમાં 12, દાહોદમાં 12, જામનગર જિલ્લામાં 11, ખેડામાં 11 ભરૂચ-ગીરસોમનાથમાં 10-10, પંચમહાલમાં 9, તાપીમાં 8, છઓટાઉદેપુરમાં-દેવભૂમિ દ્વારકામાં 7-7, નવસારીમાં 3 મળીને કુલ 975 કેસ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં કુલ 12,389 દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 12,334 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1,60,470 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે 3,740 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

રાજ્યમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, વડોદરા 1 મળી કુલ 6 દર્દીનાં નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં 158 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે

Leave a Reply

Your email address will not be published.